ધ્રાંગધ્રા: ધાંગધ્રા શહેર ખાતે ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનની રચના કરવામા આવી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ધ્રાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનની આજરોજ ધાંગધ્રાના રંગોલી રેસ્ટોરન્ટ ખાતે વર્ણી કરવામાં આવી હતી. જેમાં ધાંગધ્રા તાલુકા ભરના 25 થી પણ વધારે પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. અને ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે અધ્યક્ષ પ્રમુખ, ઉપ-પ્રમુખ, મંત્રી, સહમંત્રી, સંગઠન મંત્રી, સોશિયલ મીડિયા કન્વીનર લીગલ એડવાઈઝર સહિતના હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી હતી.
જેમાં અધ્યક્ષ તરીકે કંકાવટી ગામના તેમજ ધાંગધ્રા તાલુકાના પત્રકાર દિનેશભાઈ શ્રીમાળીની વર્ણી કરવામાં આવી હતી આ સાથે પ્રમુખ તરીકે વૈશાલીબેન મકવાણા તથા દિનેશભાઈ ગામની વરણી કરવામાં આવી હતી. તેમજ ઉપપ્રમુખ તરીકે હિંમતભાઈ લકુમ તથા જેસીંગભાઇ પઢીયાર , મંત્રી તરીકે જયેશકુમાર ઝાલા, ગંભીરસિંહ જાડેજા , રૂતલ કુમાર ધામેચા, સહમંત્રી તરીકે દિપકભાઈ લકુમ હિતેશભાઈ ચાવડા રાજ ચરાડી તથા રણજીતસિંહ આ સાથે સંગઠન મંત્રી તરીકે આશિષભાઈ પરમાર, નીતિનભાઈ લકુમ રાકેશભાઈ ચૌહાણ તથા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે હરિભાઈ લકુમ ભરતભાઈ વ્યાસ અને ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનના લીગલ એડવાઈઝર તરીકે એડવોકેટ હિતેશભાઈ ચૌહાણ તથા એડવોકેટ કયુમ ભાઈ કુરેશીની વરણી કરવામાં આવી હતી.
ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો દ્વારા પુષ્પહાર સાથે તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા પણ નવનિયુક્ત સંગઠનને ટેલીફોનિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આગામી દિવસમાં ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠન દ્વારા લોક કલ્યાણ , લોકહિતના ઉદ્દેશ્ય સાથે લોકોના પ્રશ્નોને સતત વાચા આપવામાં રહેશે આ સાથે પિળુ પત્રકારત્વ કરતા પત્રકારો સામે લાલ આંખ તરીકે કાયદાકીય કાર્યવાહી કરતા પણ અચકાશે નહીં.
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...