મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મોરબી માળિયા બેઠક પરથી કાંતીભાઇ અમૃતીયા અને વાંકાનેર બેઠક પરથી જીતુભાઈ સોમાણીની ટીકીટ ફાઈનલ કરવામાં આવે અને બંને સિટો પર ભાજપ વિજેતા બને તેવી ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા વાંકાનેર તાલુકામાં આવેલાં ખોડીયાર માતાજીના મંદિરે ૫૨ ગજની ધ્વજા ચઢાવવાની માનતા રાખી હતી
જે માનતા આજે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા પુરી કરવામાં આવી હતી ત્યારે ભાજપના મોરબી માળિયા બેઠકના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને વાંકાનેર બેઠકના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર સમયમાં મોરબી જીલ્લામાં લોકોની પ્રાથમિક સુવિધાઓ વધારો થાય તે પ્રકારના કામગીરી કરવા માટે ચુંટાયેલા ધારાસભ્યોએ ખાતરી આપી હતી.આવી જ રીતે મોરબીમાં નવા ડેલા મિત્ર મંડળના ચંદ્રેશભાઇ અને ડો. દિલીપભાઈ દ્વારા માટેલ ખોડીયાર મંદિરે ૫૨ ગજની ધજા ચઢાવવાની માનતા રાખી હતી જે આજરોજ વાંકનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર મંદિર ખાતે પૂરી કરવામાં આવી છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણી બંને ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી આરોપીને ટંકારા પોલીસ દ્વારા ભાવનગર જેલ હવાલે કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી નાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રામનારાયણ મોબતારામ કાકડ (ઉ.વ.૨૭) રહે ચૈનપુરા...