ગઇ કાલે તારીખ 09-08-22 ના રોજ પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ટંકારા પડધરી ના ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા દ્વારા પોતાની ગ્રાન્ટ માં થી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા અદ્યતન એમ્બ્યુલન્સ આપવા મા આવી હતી.લલિત ભાઈ એ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકો ને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને સર્વ ગ્રામજનોએ લલીત ભાઈ કગથરા તથા ડોક્ટર ડાયાભાઈ પીપળીયા ને સન્માનિત કરવા માં આવ્યા હતા અને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયા એ ધારાસભ્ય લલીતભાઇ કગથરાની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતી ભાઈ જે પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભા ભાઈ,અવચર ભાઈ, ભરત ભાઈ તળપદા, હેમુભા બાપુ, ગીરુભા જાડેજા, વસંત ભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજ ભાઈ વૈષ્ણવ,ઇલા બેન કગથરા, નયન ભાઈ અઘારા, કે ડી પડસુંબિયા, હિરેન ભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા/ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્ય જનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા. અશ્વિન ભાઈ ગઢીયા દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
