મોરબી: નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે પ્રાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્કૃતિનુ દર્શન કરાવવા ‘વેલેન્ટાઇન ડે”ના સ્થાને “માતા-પિતા પૂજન દિન” તરીકે ઉજવાયો.
જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્ટાઇન (પ્રેમ મૂર્તિ) માતા-પિતા છે એ હેતુ સહ ધોરણ-3ના વિદ્યાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવી પાલક માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૂજન કરવામાં આવેલ. ધોરણ-5-6 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કરી. આ ઉપરાંત ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી, ધોરણ-4 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્વારા આ ઉત્સવને ઉજવ્યો હતો.
આ ઉપરાંત આ દિવસે ચારેક વર્ષ પૂર્વે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોને પુષ્પાંજલિ અર્પતા કે.જી”ના વિદ્યાર્થીઓએ “બ્લેક ડે’ ની ઉજવણી કરી. શહીદવીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી. વીરોની વસંત સદા મહેકતી રહે એ સ્મરણસહ ધોરણ- 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કેંડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.
આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવાં માટે સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ ઑફિસ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સુપ્રિમો પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવેલ.
