શિક્ષણ જગત માં હર હંમેશ નવું આપનાર નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ કંપની ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.
વૈશ્વિક જરુરિયાત મુજબ નાના શહેર માંથી આવતા વિદ્યાર્થીઓને મેટ્રો શહેર થી પણ ચડિયાતું શિક્ષણ આપી ઘડતર કરવું એ જ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પુસ્તકના નોલેજની સાથે સાથે ધો. 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે, ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સારા બિઝનેસમેન બની શકે અને ભવિષ્યમાં સારી પ્રગતિ કરી શકે એ હેતુસર આપણી નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ ની બીઝનેસ વિઝિટ કરાવવામાં આવી
કંપની વિઝીટ થકી વિદ્યાર્થીઓ ને કંપની ની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામો થી માહિતગાર કરવામાં આવે છે, જેથી તેમના વિચારો ને નવી દિશા મળે અને પોતાના સપના ઓ સાકાર કરવામાં મદદરૂપ થાય.
એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ એક નમકીન માં અગ્રેસર કંપની છે. જે અનેક પ્રકાર ના નમકીન બનાવવા માટે વિખ્યાત છે. તે પોતાની પ્રોડક્ટ ની સાથે સાથે વિશ્વ વિખ્યાત હલદિરામ અને પેપ્સી કંપની ની પ્રોડક્ટ પણ બનાવે છે. જે એક ગર્વ લેવા જેવી બાબત ગણી શકાય.
એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ થી માહિતગાર કરાવવામાં આવ્યા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી.
એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ અને હલદીરામ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લમિટેડ નું જોઇન્ટ વેન્ચર છે. તેથી જોઇન્ટ વેન્ચર એટલે શું તેના વિશે વિધાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મોરબી: મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા આજ રોજ 10 ફેબ્રુઆરીએ ૩૯માં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ મોરબીના રિવેરા સિરામિક ખાતે યોજાયા હતા, જ્યાં ૨૪ જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સમૂહ લગ્ન પ્રસંગે અનેક રાજકીય અને...
જો રાજકોટ, અમદાવાદ માં મેડીકલ રાત્રિ ના સમયે ચાલુ હોય છે તો મોરબી માં કેમ નહી જેથી મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન દવા બારી ૨૪ કલાક ખુલ્લી રાખવા તથા નર્સિંગ સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા વધારવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા,...
આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સાહેબના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો દ્વારા ગામમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવા...