પ્રભારી મંત્રી દેવા ભાઈ માલમને રજુઆત કરવા આવેલા સફાઈ કર્મચારીઓ હાંકી કાઢવામાં આવ્યા
હળવદ નગરપાલિકામાં તાજેતરમાં સફાઈ કર્મચારીઓની રોસ્ટર સીસ્ટમ મુજબ કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવી છે
જેમાં 7 જેટલા સવર્ણ સમાજના લોકોને પણ સફાઈ કર્મચારી તરીકે ભરતી કરાયા છે જોકે સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે કે જે પણ સવર્ણ સમાજના લોકોને સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી છે તેઓને મૂળભૂત કામગીરીમાં એટલે સફાઈ કામમાં મોકલવામાં આવતા નથી પણ તેઓને ઓફીસ કામ કરાવવામાં આવી રહ્યું છે આં બાબતે હાલ તેઓ વિરોધ કરી રહ્યા છે સાથે સાથે ધરણા પર બેસવાની ચીમકી આપી હતી આ દરમિયાન ગત રોજ પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ દ્વારા પાલિકાના હોદેદારો અને અધિકારી સાથે બેઠક યોજી હતી ત્યારે આ બેઠકમાં સફાઈ કર્મીઓ રજૂઆત માટે આવ્યા હતા પણ અધિકારીઓના આદેશથી તેમને સાંભળવામાં આવ્યા ન હતા અને હડધૂત કરીને કાઢી મુક્યા હતા હાલ જે સવર્ણ સમાજના લોકોની સફાઈ કર્મચારી તરીકે નિમણુક થઇ છે તેમને પણ સફાઈ કામ પર ઉતારવાની માંગણી સાથે વાલ્મીકી સમાજના સફાઈ કર્મીઓ આજે પ્રતિક ઉપવાસ ઉતરી ગયા હતા.