ભક્તિનગર સર્કલ નજીક ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીક દરોડો પાડી ઓનલાઇન આઈડી મેળવી રનફેરનો જુગાર રમી રહેલા મયુર નામના શખ્સને ઝડપી લઈ વિપુલ નામના અન્ય શખ્સનું નામ ખોલાવી રોકડા રૂપિયા 2400 સહિત કુલ રૂપિયા 12,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા બાતમીને આધારે ભકિતનગર સર્કલ, એસ્સાર પંપ સામે, તુલશી હોટલ પાસેથી મયુરભાઇ નરભેરામભાઇ મેંદપરા, ઉ.27 રહે.મોરબી ઉમીયા સર્કલ વૃદાવનપાર્ક મયુર પેલેસ ફલેટનં.૨૦૧ મુળ રહે.બંગાવડી વાળાને લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ ક્રિકેટ મેચ નિહાળી ગુજરાત ટાઇટન (GT) તથા રાજસ્થાન રોયલ (RR) ની 20-20 ક્રિકેટ મેચ ઉપર આરોપી વિપુલ રહે.મોરબી વાળા સાથે રનફેરનો જુગાર સટ્ટો રમતા રંગે હાથ પકડી પાડી વિપુલને ફરાર દર્શાવી રોકડા રૂપિયા 2400 તેમજ 10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 12,400ના મુદામાલ સાથે ગિરફ્તમાં લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.