મોરબી: આજે મહોત્સવના તૃતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. આજે સાંજની વિશેષ સભા પરાભક્તિ’માં સૌ સમ્મિલિત થયા હતા.
ક્ષણેક્ષણ પરમાત્મામય થઈને રહેતા પ્રમુખસ્વામી મહારાજ બેજોડ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. પ્રમુખસ્વામી મહારાજની તમામ પ્રવૃત્તિ આધ્યાત્મિકની પર્યાય હતી. તદ્દન અનાસક્ત હોવા છતાં, પ્રેમભાવે લોકસેવાના સઘળાં કાર્યોનો શ્રેય ભગવાનને ચરણે ધરતા રહ્યા. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ એ જ એમનું ઉર્જાકેન્દ્ર હતું. વિરાટ સેવાકાર્યો અને લોકકલ્યાણની ગંજાવર પ્રવૃત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજને પરમાત્માનું નિરંતર અનુસંધાન રહેતું.
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ સાંજે ૫.૦૦ વાગ્યે કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજની નિરંતર ભગવાનમય સ્થિતિનું દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું. પરાભક્તિના વિરલ ધારક’ વિષય પર વિદ્વાન અને વાચસ્પતિ પૂ. પ્રભુચરણ સ્વામીએ પ્રવચન કર્યું.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આગામી તા ૧૪-૯ રવિવાર ભાદરવા વદ ૮ થી તા.૨૦-૯ શનીવાર ભાદરવ વદ ૧૪ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વ્યાસાસને શ્રી શ્રી...
મોરબીના લીલાપરમા મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ.૩૪) નામનો યુવક લીલાપર ફિટર હાઉસ પાસે ડૂબેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જહેમત બાદ લીલીપર ફિટર હાઉસ પાસે ડૂબેલ કિશોરભાઈ બચુભાઈ વાઘાણી...
મોરબીના રંગપર ગામ પાસે આવેલ લેવીન્જા સિરામિક કારખાનામાં યુવક હાજર હોય ત્યારે કારખાનામાં બેલ્ટ જામ થઇ જતા લાઇન ઓપરેટર ટાઇલ્સ કાઢતા હોય જેમાં એક ટાઇલ્સ છુટી જતા તેમને ઠપકો આપતા સારૂં નહીં લાગતા ત્રણ શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...