ભારતના રાષ્ટ્રીય નેતાઓને તેની જન્મજયંતિ પર વક્તવ્ય રૂપી અંજલી આપવા સમગ્ર ભારત માંથી ૧૦ સ્ટુડન્ટનીને પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાત અને તેમાં પણ મોરબી જેવા નાના શહેર માંથી નવયુગ મહિલા સાયન્સ કોલેજની સ્ટુડન્ટ રામાનુજ હિરલ એ સમગ્ર ભારતવર્ષ માં આપણું નામ રોશન કર્યુ છે.
રામાનુજ હિરલએ ૧૯ નવેમ્બરના રોજ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધી વિશે સંસદ ભવનમાં ધારદાર વક્તવ્ય રજુ કર્યુ હતું.
તેમની આ અનન્ય સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલા, સ્ટાફગણ અને સમગ્ર નવયુગ પરીવારએ અભિનંદન પાઠવ્યા હતા.
