મોરબી: आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતા અને વિશિષ્ટતા સભર કાર્યક્રમો અને આયામોના માધ્યમથી ભારતીય વિચારતત્વને વિકસિત અને વિસ્તરીત કરવાના ધ્યેયથી કાર્યરત ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ વિષય પર અહીંના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ ખાતે પ્રબુદ્ધજનો માટે એક જાહેર વ્યાખ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વક્તા તરીકે IIMA ના ALUMNI અને લેખીકા અમીબેન ગણાત્રા તથા અતિથિ વિશેષ તરીકે અગ્રણી શિક્ષણવિદ્ અશ્વિનભાઈ બરાસરા તથા સેવાભાવી ઉધોગપતિ નરેન્દ્રભાઈ સંઘાત, ભારતીય વિચાર મંચના પ્રાંત સહમંત્રી મદનલાલ નાહટા, સીરેમિક એસોશિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, ડો અનિલભાઈ મહેતા, વિપુલભાઈ અઘારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીના ડોક્ટરો, સી. એ., પ્રોફેસરો, શિક્ષકો, ઉધોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, યુવાનો અને પસંદગી પામેલા 75 વિધાર્થીઓ સહિત 372 લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટય બાદ ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન સાથે ભારતીય વિચાર મંચની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી રામાયણ અને મહાભારતના વિવિધ પાત્રોની વર્તમાન સમયમાં સંદર્ભ સાથે જરુરિયાતો સમજાવી કાર્યક્રમને રામાયણ મહાભારત સાથે વર્તમાન યુવાનોને જોડવા સેતુ સમાન ગણાવ્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા અમીબેન ગણાત્રાએ અહલ્યા અને સ્ત્રી સશક્તિકરણથી શરુ કરી રામાયણ અને મહાભારતના વિવિધ પાત્રો અને તેની વિશિષ્ટતાઓની ચર્ચા કરી શ્રોતાઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ત્યારબાદ તેઓનું મોમેન્ટો દ્વારા ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આભાર દર્શન સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ કર્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન સાહિત્ય વેંચાણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું યશસ્વી સંચાલન વિસ્મય ત્રિવેદી તથા શૈલેષભાઈ કાલરીયાએ કર્યું હતું.
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે...
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...