મોરબી: ગત તારીખ ૭/૧/૨૦૨૨ ના રોજ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા નો સન્માન કાર્યક્રમ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો માટે પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું માતૃ કૃપા ફાર્મહાઉસ,મોટી વાવડી ખાતે થયેલ. જે અંતર્ગત ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા karoke સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં શાખા ના દરેક સભ્યો તેમજ બાળકો દ્વારા ખૂબ સરસ રીતે અલગ અલગ ગીત રજૂ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે RSS મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઇ બદ્રકીયા, સંસ્કૃત ભારતીના પ્રમુખ કિશોરભાઈ શુકલ, સીમા જાગરણ મંચ ના સહ સંયોજક હિરેનભાઈ વિડજા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગ્રામ્ય કક્ષા ના અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહીને સભ્યોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો.
ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમમાં મોરબી શાખાના ઉપ પ્રમુખ અને મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનું ભારત વિકાસ પરિષદના પારિવારિક સભ્યો દ્વારા પુસ્તકપુષ્પ વડે અદકેરું સન્માન કરવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમ માં શાખાના વિકાસ અને ઉત્કર્ષ માટે રાજેશભાઇ બદ્રકિયા, ડૉ જયેશભાઇ પનારા, ડો મનુભાઈ કૈલા દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી – હળવદ હાઇવે અદાણી સી.એન.જી. પંપ પાસે આવેલ દ્રારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા રહે. આંદરણા તા.જી.મોરબી વાળો ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઇવે રોડ, અદાણી સી.એન.જી પંપ પાસે આવેલ પોતાના કબ્જા...
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ આચરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોરબીમાં સાયબર ફ્રોડ કરી સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર બે ઈસમો વિરૂદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી સંજયભાઇ ખેંગારભાઇ...