ભારત વિકાસ પરિષદ,સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની વિવિધ શહેરોની 14 શાખાઓ વચ્ચે મોરબી સરસ્વતી શીશુમંદિર ખાતે રવિવાર દીનાંક 25 ડિસેમ્બરના રોજ ભારતીય સંસ્કૃતિ,પરંપરા ના સંવર્ધન અને જાણવણી તથા આવનાર પેઢી ને આપણી પરંપરા – સંસ્કૃતિનું મહત્વ સમજાય તે હેતુથી લગ્નગીતોત્સવનું આયોજન કરવામાં આવેલ.
સવારથી વિવિધ શાખાઓમાંથી પધારેલ બહેનો અને પરિવારની હાજરીમાં લગ્ન ગીત સ્પર્ધા ભારતમાતા પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો. આ તકે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અગ્રણી સમાજ સેવિકા મંજુલાબેન દેત્રોજા , ભા. વિ. પ. ના ટ્રસ્ટી ડો. તેજસભાઇ પૂજારા, પ્રાંત અધ્યક્ષ વિરલબેન પારેખ, પ્રાંત સચિવ જાગૃતિબેન ઠક્કર, પ્રાંત ખજાનચી પિયુષભાઈ ઠક્કર , સહિતના અધિકારીઓતથા અગ્રગણ્ય નાગરિકો, ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
લગ્નની અલગ અલગ વિધિઓની થીમ પર દરેક શાખા દ્વારા એક ગીત રજૂ કરવામાં આવેલ છે. પ્રારંભ ગણેશ સ્થાપન, કંકોત્રી વધાવો, મામેરું, સાંજી, પીઠી, જાન પ્રસ્થાન, જાન આગમન, મંગળફેરા, ફટાણા, વિદાય પ્રસંગ, આમ વિવિધ 16 પ્રકારની વિધિઓના લગ્ન ગીતોની સ્પર્ધા યોજવામાં આવેલ…આ લગ્ન પ્રસંગના વિવિધ ગીતો પરની ખુબજ સુંદર આ સ્પર્ધા ખુબજ રસાકસી ભરી રહી… જાણે ખરેખર લગ્ન પ્રસંગ જ હોઈ તેવો અદભુત માહોલ સર્જાયો હતો. દરેક શાખાના બહેનોએ ઉત્સાહ પૂર્વક વિધિ અનુસાર તૈયાર થઈ વિવિધ વિધિઓ નો તાદૃશ માહોલ ઉભો કરેલ. આ લગ્નગીતોત્સવ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબીના ગીત સંગીતના તજજ્ઞ એવા અશ્વિનભાઈ બરાસરા, મયુરીબેન કોટેચા, તુષારભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના મકનસર ગામે કોઈ કારણસર દવા પી જતા સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ફાલેર (ઉ.વ.૫૦) એ કોઈ કારણસર પોતાના ઘરે દવા પી જતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ ખાતે ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર...
મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૦૭ માં આરોપીની ખુલ્લી ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો કિં રૂ. ૨૪૦૦૦ નો મુદામાલ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ...