Tuesday, May 26, 2026

માળિયાના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

માળિયા તાલુકાના ભાવપર ગામના શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૫ ને રવિવારે ઉજવાશે.

પુનઃ પ્રતિષ્ઠાના ધાર્મિક મહોત્સવમાં તા. ૧૫ ને રવિવારે સવારે યજ્ઞ પ્રારંભ, બાદમાં ધર્મસભા, ઈંડું ચડાવવાનું શુભ મુર્હત, ધ્વજા રોહણ, મહાપ્રસાદ યોજાશે તેમજ યજ્ઞની પુર્ણાહુતી કરાશે અને મહા આરતી કરવામાં આવશે મહોત્સવમાં ગિરનારી આશ્રમ જુનાગઢ પ.પુ. ગુરુદેવ શ્રી હેતનાથબાપુ અને બગથળા શ્રી નકલંક મંદિરના મહંત દામજી ભગત ઉપરાંત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા મગનભાઈ વડાવીયા સહિતના ઉપસ્થિત રહેશે જે મંદિર નિર્માણના પ્રેરણા દાતા સવજીભાઈ પરષોતમભાઈ પડસુંબીયા, મુખ્ય યજમાન સુભાષભાઈ સવજીભાઈ પડસુંબીયા તેમજ યજ્ઞના આચાર્ય શાસ્ત્રી હસુભાઈ પંડ્યા રહેશે મહોત્સવનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img