માળિયા મિયાણા નેશનલ હાઈવે પરથી ઈનોવા કાર પસાર થતી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં કાર સહિત ૪.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી ઈનોવા કાર નંબર જીજે ૨૧ એમ ૬૬૮૬ જતી હતી તેને રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ અને ૬૭૨ બીયર મળી આવ્યા હતા જેથી પોલીસે કાર, મોબાઈલ અને દારૂ બીયર સહિત ૪,૪૭,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને મયુરસિંહ ભરતસિંહ રાઠોડ રહે. સુખપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપી રવિ પટેલનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...