માળીયાના વવાણીયા ગામના પુરુષનો મૃતદેહ વર્ષામેડી ગામે અગરના તળાવના પાણીમાંથી મળ્યો
માળીયા: માળિયા તાલુકાના વવાણીયા ગામના પુરુષનો મૃતદેહ વર્ષામેડી ગામની સીમમાં આવેલ મહારાજા સોલ્ટ વર્કસના અગરના તળાવના પાણીમાંથી મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જગદીશભાઇ શંકરભાઈ પારઘી ઉ.વ.૫૦ રહે. વવાણીયા તા. માળીયા (મી) વાળા વર્ષામેડી ગામની સીમમાં આવેલ મહારાજા સોલ્ટ વર્કસના અગરના તળાવના પાણીમાં મૃત્યુ પામેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.