Tuesday, May 26, 2026

મોરબીના આમરણ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકા આમરણ ગામની સીમમાં લખુભાઈના ખેતરની બાજુમાં પાટના વોકરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા આમરણ ગામની સીમમાં લખુભાઈના ખેતરની બાજુમાં પાટના વોકરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી છગનભાઇ ખોડાભાઇ ગાંભવા, લખમણભાઇ ભલાભાઈ પરમાર, માલાભાઈ નાનજીભાઈ પરમાર રહે બધા આમરણ તા. જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૬૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img