મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ મારબીલાનો સીરામીક કારખાનાની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ મારબીલાનો સીરામીક કારખાનાની સામે રોડ પરથી આરોપી રવિભાઈ ગોગનભાઈ બડીયાવદરા રહે. ઈશ્વરીયા તા. જામજોધપુર જી. જામનગર વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪- કિં રૂ. ૧૫૦૦ તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-10-DC-7231 વાળુ કિં રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૬,૫૦૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સામાકાંઠે આવેલ નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભવ્ય ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં (રામધન આશ્રમ) દ્વારા ભવ્ય ભાગવત કથાનું સગીત મય શૈલીમા રસપાન કરાવશે.
આ કથાનો પ્રારંભ તા. 23-12-2025 થી 29-12-2025 સુધી કથાનો દરોજ સમય બપોરે 2:00 થી 6:00 વાગ્યે...
મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન આપનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાંત માહિતી મુજબ મોરબી એસઓજી દ્વારા પરપ્રાંતિય મજુરો બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં...