મોરબીના ઉમિયા માનવ સેવા મંડળ દ્વારા મંડળના મંત્રી તરીકે છેલ્લા દશ વર્ષથી અવિરત સેવા આપતા કર્મઠ સ્વર્ગસ્થ પી.એલ. ગોઠીનું અવસાન થતાં એમના આત્માની શાંતિ અર્થે,આત્માના કલ્યાણાર્થે ઉમિયા માનવ સેવા મંડળના કાર્યાલય રત્નકલા ખાતે પ્રાર્થના સભા તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રાર્થના સભામાં ઉપસ્થિત મંડળના પ્રમુખ પોપટભાઈ કગથરા ઉપ પ્રમુખ ગોપાલભાઈ ચારોલા અગ્રણી ડો.સતિષભાઈ પટેલ તેમજ શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલા વગેરેએ પી.એલ.ગોઠીની કામગીરી એમની કાર્યપ્રણાલી એમની કર્તવ્યપ્રયાણતાને બિરદાવતા જણાવ્યું હતું કે પી.એલ.ગોઠીની વિદાય અસહ્ય છે,એમનો ખાલીપો પુરવો ખુબજ અઘરો છે,તેઓ સતર વર્ષે જે ઉત્સાહથી કામ કરતા હતા એજ ઉત્સાહથી સિત્તેર વર્ષે પણ કામ કરતા હતા પરમકૃપાળુ પરમાત્મા આ દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અને સામર્થ્ય અર્પે એવી પ્રાર્થના કરી હતી આ તકે ઉમિયા માનવ સેવા મંડળના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી અને ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પોપટભાઈ ગોઠીને શ્રધાંજલિ પાઠવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...