મોરબીના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામકો સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામકો સોસાયટીમાં રહેતા આરોપી મેરૂભાઈ જેરામભાઈ ચાવડા (ઉ.વ.૩૨)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૪૨૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img