મોરબી: મોરબીના જેતપર ગામના તળાવમાં ન્હાવા પડતાં તળાવના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામ નજીક ઇટાનો સીરામીકમા રહેતા રવિન્દ્રસિંહ ઉર્ફે સન્ની રામભાઇ નિશાદ (ઉ.વ.૩૫) નામનો યુવક ગત તા.૦૯-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબીના જેતપર ગામના તળાવમાં ન્હાવા પડતાં તળાવના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
