મોરબી: મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે નિલેષભાઈ પટેલની વાડીએ યુવતીએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ કિરણબેન સુરેશભાઇ સમરાભાઇ ડામરા ઉ.વ.૨૦ રહે હાલ જોધપર(નદી) નિલેષભાઇ પટેલની વાડીએ, તા.જી.મોરબી મુળ રહે. ખરભડી ગામ, તા.ગંધવાણી, જી.ધાર (મધ્ય પ્રદેશ). વાળી ગઇ તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે જોધપર(નદી) ગામના નિલેષભાઇ પટેલની વાડીએ પોતાની માતાએ રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપતા મનોમન લાગી આવતા એકલતાનો લાભ લઇ વાડીના ખેતરમાં ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરતા તા.૨૬/૧૨/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...