મોરબીના ઝીકિયારી ગામમાં રહેતાં જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીમાં જયસુખભાઈ પોતે તેમજ મજુર બપોરના સમયે વાડીમાં મજુરી કામ કરતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે વર્ષાબેન કિશોરભાઈ અદગામા નામની મહિલા પર વીજળી પડી હતી.
ઘટનામાં વર્ષાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા ઘટનાની જાણ થતાં મોરબી 108ની મહેન્દ્રર નગર લોકેશનના હનીફભાઈ દલવાની અને ઇએમટી દીપિકાબેન પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મહિલાને સારવાર આપે તે પહેલાં મહિલાનું મોત થયું હતું. જે બાદ મહિલાને પીએક અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૨ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત દશ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક...
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા બંને યુવકો લગ્ન પ્રસંગે ઘુંટુ ગામે ગયેલ હોય જ્યાં અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી બંને પક્ષો વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી...