મોરબીના નવલખી રોડ પર ફિલ્મી ઢબે કારનો પીછો કરી 372 બોટલ દારૂ સાથે 1ની ધરપકડ કરી
મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 372 બોટલ દારૂ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. જયારે તેના અન્ય 2 સાગરીતોને સકંજામાં લેવા માટે કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કોન્સ ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબીના ઘનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા તથા તેની સાથેનો એક માણસ સ્વીફ્ટ કાર રજી નં.GJ-01-HV-4894 વાળીમા ઈંગ્લીસ દારૂ ભરીને મોરબી નવલખી ફાટક ધક્કા વાળા મેલડી માના મંદીરની બાજુ આવી રહ્યો છે.
જેને પગલે પોલીસની ટીમ નવલખી રોડ ઉપર વોચમાં ગોઠવીને બેઠી હતી. એ સમય દરમિયાન સ્વીફટ કાર પસાર થઈ હતી પરંતુ કાર ચાલકે પોલીસને દુરથી જોઇ જતા કાર આગળ ચાલવી દીધી હતી. પરંતુ પોલીસે તેનો પીછો કર્યો હતો. જેથી રણછોડનગર સેન્ટમેરી સ્કુલ પાછળ કાર અવાવરૂ જગ્યાએ રાખી ઇસમ અયુબભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ સમા અને અન્ય ઇસમ ધનરાજસિંહ શાંતુભા મકવાણા પોલીસના ડરથી ભાગી રહ્યા હતા. જેમાં અયુબભાઇ ઉર્ફે ભુરો પોલીસના સકંજામાં આવી ગયો હતો. જયારે અન્ય ઇસમ ધનરાજસિંહ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો
હાલ પોલીસે સ્વીફટ કારમાથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૩૭૨ કિ.રૂ.૧,૪૯,૯૫૦/- તથા સ્વીફટ કાર નં.GJ-01-HV-4894 કી.રૂ.૩,૦૦,૦૦૦/-મળી રૂ.૪,૪૯,૯૫૦/-ના મુદામાલ સાથે ઇસમ અયુબભાઇ ઉર્ફે ભુરાની ધરપકડ કરી હતી. અને તેની પૂછપરછ દરમિયાન ચિત્રોડના રામજીભાઈ રાજપૂતનું નામ પણ સામે આવ્યું હતું. જેથી પોલીસે કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને અન્ય બે ઈસમોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરીમા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ. કિશોરદાન ગઢવી તથા પો.હેડ.કોન્સ. મનસુખભાઇ દેગામડીયા, તથા પો.કોન્સ. ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, અરજણભાઈ ગરીયા, હસમુખભાઇ પરમાર, તેજાભાઇ ગરચર, શકિતસિંહ પરમાર તથા હિતેષભાઈ ચાવડા જોડાયા હતા.