મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે તા.18.03.23 થી 26.03.23 સુધી સાંજે 5.30 થી 7.30 વાગ્યા દરમ્યાન ચિલ્ડ્રન SSY શિબિરનો શુભારંભ
મોરબી : હાલના મોબાઈલ,ટીવી અને કમ્પ્યુટર યુગમાં તેમજ વિડીયો ગેમના જમાનામાં બાળકો ઇન્ડોર અને આઉટડોર ગામઠી રમતો ભૂલી ગયા છે,આજના બાળકો માનસિક રીતે મજબૂત થયા છે પણ શારીરિક રીતે અશક્ત થયા છે ત્યારે બાળકોના ઉત્તમ ઘડતરનો સોનેરી અવસર એટલે ચિલ્ડ્રન SSY ઋષિ પ્રભાકરજી પ્રેરિત ચિલ્ડ્રન SSY દ્વારા બાળકોમાં રહેલી સર્વોત્તમ શક્તિ બહાર લાવી શકાય,બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠતમ દેખાવ કરી શકે,બાળકના જીદ્દી અને ગુસ્સા વાળા સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવે.બાળક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતું થાય, જવાબદાર,શિસ્તબદ્ધ અને અન્યને મદદરૂપ થનારું,નમ્ર વિવેક અને અજ્ઞાકિત બને,બાળકમાં સામાજિક,શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય આવા અનેક ફાયદા આ શિબિર દ્વારા થાય છે,જો આવા ફાયદા પ્રાપ્ત કરવા હોય તો જરૂરથી 8 વર્ષથી 15 વર્ષના બાળકો માટેની ચિલ્ડ્રન SSY મા નવનીતભાઈ કુંડારિયા અને તૃપ્તિબેન પટેલ બાળકોને ધ્યાન,મૌન,પ્રાર્થના, પ્રાણાયામ,એકાગ્રતા વધે,મન મજબૂત થાય,તન તંદુરસ્ત થાય એવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે ઘણાં બધાં બાળકો પણ ખુબજ રસપૂર્વક મજા સાથે શિબિરનો લાભ રહ્યા છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...