મોરબીના નીચી માંડલ ગામે કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવાને જીંદગી ટુંકાવી
મોરબી: મોરબીના ઉંચી માંડેલ અને નીચી માંડલ વચ્ચે નીચી માંડલ ગામની સીમ મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાનનુ ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડેલ અને નીચી માંડલ વચ્ચે નીચી માંડલ ગામની સીમ મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા બીરા રાધુઆ દેહુરી (ઉ.વ.૩૯) એ ગત તા.૧૯-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.