મોરબીના પીપળી ગામે બે શખ્સોએ અજાણ્યા યુવકનું ઢીમ ઢાળી દીધું
મોરબી: મોરબીના પીપળી થી ખોખરા હનુમાન જતા રસ્તાની બાજુમાં ઈંટુના ભઠા પાસે, પીપળી ગામની સીમમાં ઈંટુના ભઠા પાસે આવી ભઠામાં કામ કરતા મજુરોને કહેલ કે ઈંટુના ભઠામાં મને કેમ મજુરી કામ રાખતા નથી તેમ કહી ઝગડો કરી મારામારી કરતા અજાણ્યા યુવકને શરીરે પાવડાના હાથાથી મારમારી મારી નાખી મૃત્યુ પામેલી લાશ ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી દીધી હતી. આ બનાવ અંગે આરોપી બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ માળિયાના વેજલપર ગામના વતની અને હાલ મોરબીના સામા કાંઠે વિધુતનગરમાં રહેતા અને ઈંટુના ભઠાનો ધંધો કરતા વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ વિઠલભાઈ સાંતલપર (ઉ.વ.,૩૫) એ આરોપી અશોક સુખાભાઈ કોળી રહે. સુલતાનપુર તા. માળીયા (મી) તથા જીતેશભાઇ સીતાપરા કોળી રહે. થાન જી. સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૦૩-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના બારેક વાગ્યાનાં સુમારે અજાણ્યો પુરૂષ ફરીયાદીના ઇંટુના ભઠાએ આવી ફરીયાદીના ભઠામાં કામ કરતા મજુરો (આરોપીઓ)ને કહેલ કે, ઇંટુના ભઠામાં મને કેમ મજુરી કામે રાખતા નથી તેમ કહી ઝગડો કરી મારા મારી કરવા લાગતા આરોપીઓએ મરણ જનાર અજાણ્યા પુરૂષ આશરે ૪૦ વર્ષ વાળાના શરીરે પાવડાના હાથાથી આડે ધડ ઘા મારી મારી નાખી, મૃત્યુ પામેલા અજાણ્યા પુરૂષની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવી. પુરાવાનો નાશ કર્યો હતો. આ બનાવ અંગે વિજયભાઈએ આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨,૨૦૧,૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ – ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.