મોરબીના ભડીયાદ ગામે કારખાનામાં મોટર મુકવાના લોખંડના સ્ટેન્ડ વચ્ચે ફસાઈ જતા આધેડનું મોત
મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામે સીમ ડેલ્ટા ટાઇલ્સ ઈન્ડિયા એલ.એલ.પી. નામના કારખાનામાં માટી ખાતા વિભાગમાં સ્ટરર મોટર કપલ તથા તે મોટર મુકવાનુ લોખંડનું સ્ટેન્ડ આવેલ તેની વચ્ચે ફસાઈ જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલમોરબી તાલુકાના ભડીયાદ ગામે સીમ ડેલ્ટા ટાઇલ્સ ઈન્ડિયા એલ.એલ.પી. નામના કારખાનાની ઓરડીમાં રહેતા કલાબાઈ માંગીલાલ મેવાડા ઉ.વ.૪૩ વાળા કારખાનાના માટી ખાતા વિભાગમાં ફાઇનલ ટેન્કની ઉપર મજુરી કામ ઉપર હતા ત્યારે વહેલી સવારના આશરે ચારેક વાગ્યા પહેલા કોઇ પણ સમયે ટેન્ક નં-૪ ની ઉપર આવેલ સ્ટરર મોટર કપલ તથા તે મોટર મુકવાનુ લોખડનુ સ્ટેન્ડ આવેલ તેની વચ્ચે અકસ્માતે ફસાઇ દબાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.