Sunday, August 17, 2025

મોરબીના મોડપર ગામે પાટીદાર સમાજના વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે લગ્નમાં ખૂબજ જાહોજલાલીથી કરવામાં આવે છે, લખલુંટ ખર્ચ કરવામાં આવે છે, ભોજન સમારંભમાં હજાર હજાર ડિશો હોય છે, જેમાં ધરતીપુત્રોના પરસેવાના પ્રયાસોથી ઉત્તપન્ન થયેલ અન્નનો ભયંકર બગાડ થાય છે, ધનવાન લોકોની સાથે ઘણા મધ્યમ વર્ગના પરિવારો પણ પોષાતું ન હોવા છતાં અન્ય પાસેથી ઉછીના રૂપિયા લઈને ધામધૂમથી લગ્ન કરે છે ત્યારે છેલ્લા પાંચેક વર્ષથી મોરબીના પાટીદાર પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્નની પ્રથા ચાલુ કરી સમાજને ઉત્તમ રસ્તો બતાવ્યો છે.

મોરબી તાલુકાના મોડપર મુકામે પાટીદાર સમાજના વધુ એક ઘડિયા લગ્ન લેવાયા તા.13- 02-2023 ના રોજ મોરબી તાલુકાના મોડપર મુકામે મોરબી જિલ્લા સમૂહલગ્ન સમિતિની ખાસ ઝુંબેશ અંતર્ગત મોડપર નિવાસી આદ્રોજા દિનેશભાઇ રવજીભાઈના સુપુત્ર ઉત્તમકુમાર અને જૂના દેવળીયા નિવાસી જગદીશભાઈ નથુભાઈ ભોરણિયાની સુપુત્રી રાધિકાના ઘડિયા લગ્ન મોરબી તાલુકાના મોડપર ગામે પાટીદાર સમાજના આગેવાનો અને સમૂહલગ્ન સમિતિના આગેવાનોની હાજરીમાં યોજાયા.

જેમાં સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા,ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, સહ મંત્રી મગનભાઈ અઘારા, કારોબારી સભ્ય ગોવિંદભાઇ ગામી તેમજ મોડપર ગામના કારોબારી સભ્ય જેરામભાઈ અઘારા વગેરે આગેવાનોની હાજરીમાં યોજાયા હતા. આ તકે દીકરાના પિતા દ્રારા સમૂહલગ્નમાં જોડાનાર એક દીકરીને કરિયાવર કીટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર