મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કુલની બાજુમાં અમૃત હાઈટ્સમાં રહેતા યુવાને કામ ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકળામણના કારણે ડેમના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુત તપાસ હાથ ધરી છે
આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતકને ધંધામા મંદી હોય જેથી આર્થિક સંકડામણ હોય જેથી ગઇ તા. ૭ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ આર્થિક સંકડામણથી કંટાળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા આવેલ જોગેશ્વર ફાર્મની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જઇને અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...