મોરબી: મોરબીના રવાપર ગામે ભેખડની વાડીથી આગળ બાવળની કાટમાથી વિદેશી દારૂની ૨૯ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે ભેખડની વાડીથી આગળ બાવળની કાટમા આરોપી આનંદભાઈ સુરેશભાઈ અઘારા રહે. મુનનગર ચોક ચંદ્રેશનગર ઉમા પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૫૩ મોરબી. તથા કમલેશભાઈ રમેશભાઈ સોનાગ્રા રહે શનાળા રોડ ગુ.હા.બોર્ડ મોરબી વાળા એ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૯ કિં રૂ. ૩૯૭૫૫ ના મુદ્દામાલ સાથે આરોપી આનંદભાઈ ને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી કમલેશભાઈ રમેશભાઈ સોનાગ્રા રહે શનાળા રોડ ગુ.હા.બોર્ડ મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...