મોરબીના રવાપર ગામે શેરીમાં જુગાર રમતા આઠ શકુની ઝડપાયા

મોરબી: મોરબીના રવાપર ગામે તળાવ સામેની શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ શકુનીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે તળાવ સામેની શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી લખમણભાઇ વાઘજીભાઇ માકાસણા, મગનભાઇ પટેલ, નરભેરામભાઇ આંબાભાઇ કામરીયા, મનસુખભાઇ પ્રેમજીભાઇ વિઠલાપરા, કાંતીભાઇ જેરામભાઇ લો, નટવરલાલ દેવજીભાઇ ઉનાલીયા, મનજીભાઇ તેજાભાઇ કામરીયા, વિજયભાઇ કાનજીભાઇ ડાંગર રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૮૩૨૦૦ ના મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img