મોરબીના લક્ષ્મીનગર ગામે યુવાને ઝેરી દવા પી જીંદગી ટુંકાવી
મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં નરેશભાઈ પટેલની વાડીએ યુવક કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બલરામ પુલસિંગ ચૌહાણ ઉવ.૪૪ ધંધો-ખેતમજુરી રહે. હાલ લક્શ્મિનગર ગામની સીમ નરેશભાઇ પટેલની વાડીમા તા.જી.મોરબી મુળ રહે. વાંડી દહેરી ગામ તા.ફુકસી જી.ધાર મ.પ્રદેશ વાળાએ મોરબી લક્ષ્મીનગર ગામની સિમમા આવેલ નરેશભાઇ પટેલની વાડીમા કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે પ્રથમ મોરબી સવિલ હોસ્પિટલ લઈ ગયેલ હોય બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી દવાખાને લઈ જતા સારવાર દરમિયાન તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.