મોરબીના લગધીરપુર રોડ પર દુકાનમાં તસ્કરોનો હાથફેરો; 1.98 લાખના મત્તામાલની ચોરી
મોરબી જીલ્લામાં ચોરી અને લુંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાન નંબર -4 માં ન્યુ પટેલ રીવાઇન્ડીંગ નામની દુકાનમાં તસ્કરોએ ત્રાટક્યા હતા અને દુકાનમાંથી કોપર વાયર, કોપરનો ભંગાર, મોટરની બોડી, ટ્રાન્સફોર્મર, સહિત કુલ કિં રૂ. ૧,૯૮,૨૦૦ ના માલસામાનની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ રામકો બંગ્લો પાછળ ગજાનંદ પાર્ક તુલસી શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં -૬૦૧ માં રહેતા મનીષભાઇ રામજીભાઈ મેરજા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ આ કામના ફરીયાદીની ન્યુ પટેલ રીવાઇન્ડીંગ નામની દુકાનનું સટર ઉચકાવી સટર નીચેથી દુકાનમા પ્રવેશ કરી દુકાનમા રાખવામા આવેલ ઇલેકટ્રીક મોટર રીપેરીંગ માટે લાવેલ આશરે ૨૮૦ કિલો જેટલો નવો કોપરનો વાયર કિ.રૂ.૧,૧૧,૫૦૦, સબમશીબલ મોટરનો નવો વાયર આશરે ૧૦૦ કિલો જેની કિ.રૂ.૩૯,૭૦૦, કોપરનો ભંગાર (વાયર) આશરે ૬૦ કિલો જેટલો જેની કિ.રૂ. ૨૦,૦૦૦/, રીપેરીંગમા આવેલ ઇલેકટ્રીક મોટરની બોડિ નંગ.૧૨ જેની કિ.રૂ.૧૨,૦૦૦/-, એક ઇલેકટ્રીક પાવર ટ્રાન્સફર કરવા અંગેનુ ટ્રાન્સફોર્મર જેની કિ.રૂ.૫૦૦૦, દુકાનમા લગાવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ કેમેરાનુ રેકોડીંગ થતુ એન.વી.આર. સહિતનો સેટ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- જે મળી કુલ કિમત રૂપીયા ૧,૯૮,૨૦૦/- ના માલસામાનની કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.