મોરબી: મોરબી તાલુકા લાલપર ગામની સીમમાં આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૩ માં રહેતા યુવાનના ફ્લેટમાં બે શખ્સોએ જઈ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ ઓરિસ્સાના વતની હાલ મોરબી તાલુકા લાલપર ગામની સીમમાં આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૩ માં રહેતા સંતોષકુમાર રાધાકાંતભાઈ પાંડા (ઉ.વ.૪૨) એ આરોપી આકાશભાઈ ઓમપ્રકાશ ભાઈ ચૌધરી તથા મહેશભાઈ લુહાર રહે બંને શ્રીજી વિટ્રીફાઈડ લાલપર ગામની સીમ તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપી આકાશભાઈ તથા મહેશભાઈએ ફરિયાદીના રહેણાંકા મકાનના ફ્લેટમાં ગેરકાયદેસર રાત્રીના પ્રવેશ કરી આરોપી આકાશભાઈને ફરીયાદી અવારનવાર મસ્તીમાં ગાળો દેતા હોય જેનો ખાર રાખી આરોપી આકાશભાઈના હાથમાં કટ્ટરબ્લેડ તથા આરોપી મહેશભાઇના હાથમાં ડીસમીસ જેવા સાધનો લઇ ફરીયાદીની સાથે મારામારી કરી આરોપી આકાશએ ફરીયાદીને પતાવી દેવાની ધમકી આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી આડેધડ માર મારતા ફરીયાદીને શરીરે મુંઢ માર તથા મોઢા ઉપર ગાલના ભાગમા તથા દાઢીના ભાગમા તથા દાઢીના નીચેના ભાગમા તથા ડાબા હાથમાં ઇજાઓ થતા ચામડી ફાટી જતા ટાંકાઓ જેવી ઇજાઓ પહોંચાડી હોવાની ભોગ બનનારે સંતોષકુમાર એ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
