મોરબીના લિલાપર ગામ નજીકથી બાઈકની ચોરી કરનાર ઈસમ રાજકોટથી ઝડપાયો
મોરબી: મોરબીના લીલાપર ગામની સીમ, પવનસુત ઓફસેટ કારખાનેથી મોટરસાયકલ ચોરી જનાર ગઠીયાની ચોરેલ બાઈક સાથે હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેથશનમાં ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ ભગવાનજીભાઇ મગનભાઇ દેત્રોજા રહે. લીલાપર ગામ રામજી મંદિર પાસે તા. મોરબી વાળાનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસમોટર સાઇકલ રજીસ્ટર નંબર gj-03cb-6664 કિં રૂ. ૧૫,૦૦૦ વાળનની ચોરી થઈ હતી. જે બાદ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ભગવાનજીભાઇના જ મોટર સાઇકલ સાથે આરોપી રાજુભાઇ વાધેલાની ધરપકડ કરવામાં આવી હતી.જેથી ભગવાનજીભાઇએ આરોપી રાજુભાઇ વાધેલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવત પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.