મોરબી: મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાના સામે ઘરમાં બધા હાજર હતા ત્યારે ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ગાળો આપી છરી વડે જાનથી મારી નાંખવાની ધમકી આપી મહીલા તથા સાહેદ છોડાવવા જતા મહીલાનુ બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાના સામે રહેતા રાજશ્રીબેન ધર્મેશભાઈ જગદીશભાઇ મેર (ઉ.વ.૨૫) એ આરોપી તોફીકભાઈ ઇબ્રાહીમભાઈ ચાનીયા રહે પરસોતમ ચોક પાસે મોરબી તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદી તથા સાહેદો બધા ઘરે હાજર હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીયાદીના ઘરમા પ્રવેશકરી ગાળો બોલી આપી પોતની પાસે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી સાહેદ સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તથા સાહેદ છોડાવવા વચ્ચે પડતા ફરીયાદીનું બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલા રાજશ્રીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩, ૩૫૪, ૪૪૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...