મોરબીના વીશીપરામા શખ્સે અગાઉની ફરીયાદનો ખાર રાખી યુવતીના પતીને જાનથી મારી નાંખવાની આપી ધમકી
મોરબી: મોરબીના વીસીપરામા પ્રજાપતિ કારખાનાની બાજુમાં રહેતી યુવતીએ આગાઉ એક શખ્સ વિરુદ્ધ ફરીયાદ કરી હોય જે ફરીયાદનો ખાર રાખી શખ્સે યુવતીના ઘરે જઈ યુવતીને ગાળો આપી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા પ્રજાપતિ કારખાનાની બાજુમાં રહેતા રાજેશ્વરીબહેન ધર્મેશભાઈ મેર (ઉ.વ.૩૫) એ આરોપી તોફીક ઉર્ફે તોફલો ઈબ્રાહિમભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લોટ પરસોત્તમચોક મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૩-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીએ આરોપી તોફીક વિરૂધ્ધમા અગાઉ ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના ઘર પાસે જઇ ફરીયાદીને ગંદી ગાળો આપી ફરીયાદીના પતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતી રાજેશ્વરીબહેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.