મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાની કારોબારી બેઠક યોજવામાં આવી. બેઠકની શરૂઆત હિતેશભાઈ જાદવ દ્વારા સંગઠન મંત્રથી કરવામાં આવી. હળવદ તાલુકાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણભાઈ ધોળુનું સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ સંગઠનના હળવદ તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણીયા દ્વારા શિક્ષકોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, સંગઠનના મોરબી જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણભાઈ ધોળું દ્વારા સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવીને શિક્ષકોના પ્રશ્નોને હલ કરી શકાય એ બાબતે ભાર પૂર્વક વાત કરવામાં આવી. ત્યારબાદ જિલ્લામાંથી પધારેલ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નોની સરકાર સાથે થયેલ વાતચીતની ચર્ચા કરવામાં આવી
મોરબી જિલ્લામાં સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠનના વિસ્તાર માટે વધુને વધુ કાર્યકરોનું નિર્માણ થાય અને સંગઠન વધુ મજબૂત બને તે વિષય પર વિસ્તૃત વાત કરવામાં આવી. આજની કારોબારી બેઠકમાં મોરબી જિલ્લાના મંત્રી કિરણભાઈ કાચરોલા તેમજ જિલ્લા પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયા પણ ઉપસ્થિત રહ્યા. હળવદ તાલુકાના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માંથી નિલેશભાઈ પટેલ, પંકેશભાઈ પટેલ તેમજ પ્રકાશભાઈ દસાડીયા ઉપસ્થિત રહ્યા. તેમજ હળવદ તાલુકા કારોબારીના બધા જ જવાબદાર કાર્યકર્તાઓ તેમજ શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા. બેઠકના અંતે હિતેશભાઈ ગોપાણી દ્વારા શાંતિ મંત્ર કરાવીને બેઠક પૂર્ણ કરવામાં આવી. સમગ્ર બેઠકનું સંચાલન હળવદ તાલુકાના મંત્રી રાજુભાઇ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું.
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની...
મોરબીના વીસીપરા કુલીનગર -2 મા કોઈ કારણસર યુવકને ચાર શખ્સોએ માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં કુલીનગર-2 માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા મહમદ અમીનભાઈ ગુલમહમદભાઈ કટીયા (ઉ.વ.૩૮) એ આરોપી મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ...