Sunday, March 26, 2023

મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી વિદેશી દારૂની 70 બોટલ સાથે એક ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીની ત્રાજપર ચોકડી થી રામકુવા પાસે આવેલ ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટર નામના કોમ્પલેક્ષના ખુલ્લા ધાબા પરથી વિદેશી દારૂની ૭૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ આરોપી હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા (ઉવ.૨૨) રહે. કુબેરટોકીઝ પાછળના ભાગે ધાર ઉપર મફતીયાપરા વિસ્તાર શોભેશ્રવર રોડ મોરબી-૨ વાળાએ મોરબીની ત્રાજપર ચોકડી થી રામકુવા પાસે આવેલ ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટર નામના કોમ્પલેક્ષના ખુલ્લા ધાબા ઉપર ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૦ કિં રૂ.૨૬,૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર