માધાપરવાડી શાળાને કમ્પ્યુટર અને 400 બાળાઓને પેન અને ચોકલેટ અર્પણ કરી,પફ સેન્ડવિચનો નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરતા હંસરાજભાઈ પરમાર
લોકો પોતાના રળેલા રૂપિયામાંથી પરસેવાની કમાણીમાંથી કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિ,દાનની પ્રવૃત્તિ કરતા હોય છે,ખાસ કરીને શાળા પણ વિદ્યાનું મંદિર છે એમાં અભ્યાસ કરતા બાળકો એ દેવ તુલ્ય છે ત્યારે લોકો આ બાળદેવો માટે અભ્યાસમાં ઉપયોગી થાય એવુ દાન આપતા હોય છે જેથી બાળકો હોંશે હોંશે શાળાએ આવવું ગમે શાળામાં ભણવાનું ગમેં,રોકાવું ગમે એવા હેતુસર પુત્રી વંદનાના જન્મદિવસે શાળા માટે કમ્પ્યુટર અર્પણ કર્યું અને 400 વિદ્યાર્થીનીઓને પેન અને કેડબરીની ચોકલેટ અર્પણ કરી પફ સેન્ડવિચનો નાસ્તો કરાવી હંસરાજભાઈ પરમારે પ્રેરણાદાયી ઉજવણી કરતા શાળા પરિવાર વતી આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ આભાર પ્રકટ કર્યો હતો.
મોરબી : મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર અને લિડર પત્રકાર તથા સાંજ સમાચારના બ્યુરોચિફ અને ખુબ જ ટુંકા સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયેલ "મોરબી ટુડે" વેબ ન્યુઝ પોર્ટલના ફાઉન્ડર પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે તા.૪ ફેબ્રુઆરીએ ૪૩ મો જન્મદિવસ હોય આજે તેમના જન્મદિને રાજકીય તથા...