જેમાં શાસ્ત્રી કિશોર મહારાજ પોતાની સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે, આ કથાના દાતા અને આયોજક શિવાભાઈ ઘેલાભાઈ પરમાર અને મનજીભાઈ ધનજીભાઈ પરમાર છે,દરરોજ હજારો ભાવિક ભક્તજનો કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. કથા દરમ્યાન કપિલ જન્મ,વામન અવતાર, કૃષ્ણ જન્મ, ગિરિરાજ અનકુટ, રૂક્ષમણી વિવાહ,સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગો વાજતે ગાજતે પરંપરાગત શૈલીમાં ઉજવાઈ રહ્યા છે. દરરોજ રાત્રે સંતો દ્વારા સંતવાણી અને લોક સાહિત્યનું પણ અદકેરું આયોજન થયું છે.