મોરબી: એશિયાની સૌથી મોટી રમત એટલે ક્રિકેટ.હાલમા જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આફ્રિકા લમાં T-20 વર્લ્ડ કપમાં શૌર્ય દાખવી સેમિફાઇનલ સુધીની સફર ખેડી છે. તથા સાંસ્કૃતિક અને ભાતીગળ રાજ્ય રાજસ્થાનની બે ક્રિકેટર દીકરીઓ એક બાડમેર જીલાના શેરપુરા ગામની 14 વર્ષની મુમલ મહેર તથા બીજી પ્રતાપગઢ જિલ્લાના રામે તાલાબ ગામની દીકરી રેણુકા પારગી મીડિયામાં ખૂબ ધૂમ મચાવી ચુકી છે. અનેક સેલિબ્રિટીઓ એ તેમના વખાણ કર્યા છે.
ત્યારે મોરબી તાલુકાના સોખડા પ્રાથમિક શાળાની દીકરીઓ પણ ક્રિકેટમાં સારું સ્કિલ અને હોબી ધરાવતી હોય શનિવાર મોર્નિંગ સ્કૂલ હોય બપોર પછીના વધારાના સમયમાં ત્રણ ટિમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રાખવામાં આવ્યા હતા. જેનું નામકરણ ભારતીય મહિલા ક્રિકેટર પરથી રાખવામાં આવ્યું હતું. જેમકે બેટ્સમેન મીથાલી રાજ ઇલેવન, બેટ્સમેન હર્મનપ્રિત કૌર ઇલેવન તથા ઓલરઉન્ડર રાધા યાદવ ઇલેવનનાં નામ પરથી રાખવામાં આવ્યું હતું.તેઓનો વિશ્વાસ વધારવા માટે આચાર્ય બિંદિયા બેન રત્નોતર તથા શિક્ષક પ્રદીપભાઈ કુવાડીયા તથા અમ્પાયર, સ્કોરર તરીકે ક્રિકેટ મેનેજમેન્ટ માટે ધોરણ આઠનાં વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. ટૂંક સમયમાં નાગડાવાસના ગ્રીનરી મેદાનમાં એક દીવસય આંતરશાળા દીકરીઓની ટૂંર્નામેન્ટ માટે પૂર્વ તૈયારી રૂપે પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી મોરબી પોલીસ ના તોડકાંડ ના સમાચારો આવતા પણ હવે ન્યાય પાલીકા ઉપર પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા છે જે લોકશાહી માટે ખતરા ની ઘંટી છે.
મોરબીના ૧૦૦ કરોડની કિંમતી જમીન કૌભાંડની ફરિયાદ માં પોલીસ અને સરકારી વકીલ વિજયચંદ્ર જાની ઉપર આક્ષેપ થયા છે અને આગોતરા જમીનમાં માલાફાઇડ લાભ...
મોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવીના ૯૫૦ જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ શકત સનાળા દ્વારા ૯૫૦ દિવાની મહાઆરતીનુ વિ . સં ૨૦૮૨ ના કારતક સુદ - ૧૧ ને તા. ૦૨-૧૧- ૨૦૨૫ ને રવિવાર ના રોજ સાંજના ૦૭:૦૦ કલાકે શ્રી શક્તિ ધામ શકત સનાળા...
હળવદ તાલુકાના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી તસ્કરો અલગ અલગ ચાંદીની ફેણો તથા છતર મળી કુલ કિં રૂ. ૮૦,૦૦૦ જેટલા મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...