મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના વેજીટેબલ રોડ, સ્મશાનની બાજુમાં જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ, સ્મશાનની બાજુમાં જાહેર રોડ પરથી આરોપી પ્રમોદસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૦) રહે. નિત્યાનંદ સોસાયટી મોરબી -૨ વાળાએ પોતાના હીરો કંપનીનું મેસ્ટ્રો રજીસ્ટર નંબર – જી.જે.-૩૬-સી.૦૦૧૨ કિં રૂ. ૨૫,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૩૭૫ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.