મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રકત છે. પ્રત્યેક શરીરમાં ધબકતું રકત તો એક સહિયારી મૂડી છે. આ મૂડી નો સદ્ઉપયોગ એટલે સ્વૈચ્છિક રકતદાન.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાના નિવાસ સ્થાન ખાતે તા.01-04-2023ને શનિવાર ના રોજ સવારે 09-૦૦ થી 01-00 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાયો હતો. Always Ceratech ગ્રુપ મોરબી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં 126 બોટલ એકત્ર કરવામાં આવી હતી. Always Ceratech ગ્રુપ તરફ થી રાજુભાઇના હસ્તે રક્તદાતા ને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પના સૌજન્ય સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા સીવીલ હોસ્પિટલ મોરબી હતા.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...