મોરબીના રણછોડનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા માટે તેની પાસેથી પોલીસે ૧૦,૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બંગલા પાછળની ભાગમાં શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સોકત ઈસ્માઈલભાઈ સાયચા, જાવેદ ઈસ્માઈલભાઈ સાયચા અને ભરત ઉર્ફે હિતેશ રવજીભાઈ રેસિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...