મોરબીમાં ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબી: મોરબીના વીસીપરા કુલીનગર-૧મા મહિલા પોતાની બહેનપણીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયેલ જ્યાં તેણીના પતિ તથા નજીકમાં રહેતા ઓળખીતાને ઝઘડો તકરાર થયેલ જે બાબતનો રોષ રાખી બે શખ્સોએ મહિલાના ઘર પાસે આવી શેરીમાં પડેલ મોટરસાયકલ ધારિયા તથા પાઈપ વડે નુકસાન કરી મહિલાના પુત્રોને મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલાએ બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા કુલીનગર -૧ તથા મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં -૩ માં રહેતા ડીમ્પલબેન હિતેશભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)એ આરોપી બિલાલ હુસેનભાઇ ભટ્ટી રહે-વીસીપરા સરકારી વાડી વિસ્તાર મોરબી તથા અબ્બાસભાઈ અબ્દુલભાઇ બચડ રહે. વીસીપરા નોતીયાર હોટલ ઉપર મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાની બહેનપણીના ઘેર લગ્નપ્રસંગમાં ગયેલ જ્યા તેણીના પતિ તથા નજીકમાં રહેતા ઓળખીતાને ઝઘડો તકરાર થયેલ જે બાબતેનો રોષ રાખી આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે આવી ગાળો બોલી શેરીમાં પડેલ મોટરસાયકલમાં ધારીયા તથા પાઇપ વડે નુક્શાન કરી ફરીયાદીના પુત્રોને મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર ડીમ્પલબેને બંન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.