મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓની શાંતી માટે શાંતી હવન યોજાયો
મોરબી: મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે હવનનું અયોજન સ્થળ ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ મંદિર બાજુમાં દિવ્ય આત્માઓને શાંતિ માટે શાંતિ હવન આજે યોજાયો હતો. જેમાં મોરબીની તમામ હિન્દુ-સમુસ્લીમ “ જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્ય આત્માઓને શાંતિ (મોક્ષ) મળે તે માટે પ્રાર્થના કરી હતી. તથા આ શાંતિ હવન ૪૨ દિવસ આ દુર્ઘટનાને પુર્ણ થતા અને દિવ્ય આત્માઓને શાંતિ થાય તથા તેમના પરીવારને યોગ્ય ન્યાય સત્વરે મળે તે માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ.