મોરબી: મોરબીમાં જીલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટિવ દ્વારા લોક અદાલત અને ટ્રાફિક સહિતના નિયમો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુથી બે દિવસીય જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટીવના કો-ઓર્ડીનેટર એડવોકેટ મિત રવેશિયા સહિતના દ્વારા તા. 10 અને 11 નવેમ્બર એમ બે દિવસ લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણ જેવા કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે જાગૃતતા ફેલાય તેવા હેતુથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તેમજ ટંકારાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોરબીનાં વિવિધ જાહેર સ્થળો પર સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તેવા આશયથી લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણનાં કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ અભિયાનમાં ટેક્ષેસન પ્રેક્ટિસનર વૃતિકભાઈ બારા પણ જોડાયા હતા. આ ઉપરાંત આવતીકાલે તા. 12 નવેમ્બરના રોજ લોક અદાલત પણ યોજવામાં આવશે્.
