મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નાસ્તાગલીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નાસ્તાગલીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી વિજયભાઇ તુલસીભાઈ મકવાણા, કિશનભાઇ મુળચંદ્રભાઈ નાગવંશી, કલ્પેશભાઈ મુકેશભાઈ ગોસાઈ, નવઘણભાઈ જીવણભાઈ સોલંકી રહે બધા મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ.૧૩,૪૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.