મોરબીમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક કોમ્પ્યુટર કલાસીસ
મોરબી: શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોમ્પ્યુટર કલાસીસનો શુભારંભ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે ઝડપી યુગમાં પાટીદાર સમાજના દરેક વિદ્યાર્થીઓ પગભર બને ટેવ હેતુથી પાટીદાર સમાજની સંસ્થાએ અનોખી પહેલ કરી છે જેમાં કોમ્પ્યુટર કલાસીસ મેન્યુલી, ચોપડા પર તેમજ કોમ્પ્યુટર પર ટેલી, પ્રોફિટ, મિરેકલ અને કુબેર તેમજ એકાઉનટીંગ સોફ્ટવેરના કલાસીસ એકતા કોમ્પ્યુટર કલાસીસ, કન્યા છાત્રાલય પાછળ, શનાળા રોડ મોરબી ખાતે ચાલુ કરેલ છે. જે કલાસીસનો પાટીદાર સમાજના વિદ્યાર્થીઓએ લાભ લેવા શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી, શ્રીજી હોલ ખાતે તેમજ જયંતીભાઈ વિડજા મોબાઈલ નંબર ૯૯૭૮૯ ૨૧૩૧૮, મગનભાઈ અઘારા મો. ૯૮૨૫૦ ૯૮૦૭૯ અને અરવિંદભાઈ જેતપરિયા મો. ૯૮૯૮૨ ૩૬૯૯૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.